BMW હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહ દારૂની મહેફિલ માણતા ઝડપાયો

ગાંધીનગર LCB એ અડાલજ વિસ્તારમાં આવેલા બાલાજી કુટિરમાં દારૂની મહેફિલ માણતા કુલ 6 લોકોની ધરપકડ કરી છે. અગાઉ ચર્ચીત BMW હિટ એન્ડ રન કેશનો આરોપી વિસ્મય શાહની પણ ધરપકડ કરવામાં આવી છે. વિષમય શાહ સહીત કુલ 6 લોકોની ગાંધીનગર LCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વિસ્મય શાહ અને તેની પત્ની પૂજા શાહ સહીત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.બિલ્ડરનો પુત્ર મંથન ગણાત્રા અને મહિલા તબીબ નીમા શાહની પણ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ વિસ્મય શાહએ પોતાની પત્ની સાથે હનીમૂન માટે વિદેશ જવા હાઇકોર્ટમાં અરજી કરેલી હતી. પરંતુ હાઇકોર્ટ દ્વારા તે અરજીને ફગાવી દેવામાં આવી હતી. હિટ એન્ડ રન કેસનો નિકાલ આવ્યો નથી ત્યાં બીજી વાર વિસ્મય શાહ દારૂની મહેફિલ માણતા ઝડપાયો છે. ગાંધીનગર LCB દ્વારા તમામ ઓપીઓને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા છે.વિસ્મય શાહના સંબંધી આશિષ શાહના ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલ જામી હતી.ગાંધીનગર LCB એ બાતમીના આધારે રોડ કરી મહેફિલ માંથી બિયરના ટીન મોંઘી દારૂની બોટલો સહીત લક્ઝરીયર્સ કાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB દવારા તમામ આરોપો વિરુદ્ધમાં દારૂની મહેફિલ માણતા ગુન્હો નોંધી વધુ તાપસ શરુ કરી છે.

Related posts

Leave a Comment