PAAS ના કન્વિનર અલ્પેશ કથીરિયા ટિમ સહીત બેઠા ધરણા પર

#SURAT

સાપુતારા ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ તથા હાલ સિવિલ હોસ્પિટલ સારવાર લાઇ રહેલ વિદ્યાર્થી ઓ તેમજ તેમના પરિવાર ની અલ્પેશ કથીરિયા ધાર્મિક માલવીયા અને પાસ ટીમ દ્વારા મુલાકાત લેવા માં આવી. અલ્પેશ કથીરિયા ના જન્મદિન નિમિતે તેમને ફ્રુટ આપી તેમની ખબર પૂછી અને સમગ્ર ઘટના મામલે વાલીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે 14 જેટલા બાળકો મૃત્યુ પામ્યા અને હજુ 15 બાળકો હાલ સારવાર લઈ રહ્યા છે ત્યારે હજુ સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવી નથી અને એક બાળકી સીરીયસ હોય તેથી તેને સારવાર માટે સુરતના નાનપુરા ખાતે ખાનગી હોસ્પિટલ માં લઇ જવાઈ છે અને તેની સારવાર માટે 5 લાખ રૂપિયા ની માંગણી કરાઈ છે પરિવાર ની સ્થિતિ નથી કે તેઓ 5000 રૂપિયા પણ હાલ આપી શકે ત્યારે સરકાર અને મંત્રી ઓ માત્ર ફોટોગ્રાફી કરી સહાય ની વાતો કરી રહી છે તેને લઈ અલ્પેશ કથીરિયા સહીત પાસ ટિમ કલેકટર ઓફીસ પર ધારણાં પર બેઠા છે સરકાર આ બાબતે યોગ્ય સહાય ન કરે ત્યાં સુધી ધારણા પર બેસશે.

Related posts

Leave a Comment