મ્યૂ. સ્કૂલોના 350 શિક્ષકને બોર્ડની પરીક્ષાનું કામ સોંપાયું

બંસરી ભાવસાર,અમદાવાદ. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પ્રાથમિક શિક્ષકોને પણ જોડાશે. અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્કૂલોના 350 શિક્ષકોને બોર્ડની પરીક્ષા દરમ્યાન સરકારી પ્રતિનિધિની ડ્યૂટી અપાઈ છે. પરીક્ષામાં સ્ટાફની તંગી ઉભી ન થાય તે માટે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોના શિક્ષકોની સાથે મ્યુનિ. સંચાલિત એવી સ્કૂલોમાંથી શિક્ષકોને પસંદ કરાયા છે કે જે સ્કૂલોમાં સ્ટાફ વધારે હોય.

ઉમિયા મંદિરઃ 110 મિનિટમાં 136 કરોડનું દાન

જાસપુરમાં બનનારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વિશ્વના સૌથી ઊંચા 431 ફૂટના ઉમિયા માતા મંદિરના શિલાન્યાસ સમારોહના 2 દિવસમાં 125 કરોડ એકત્રિત કરવાનો ટાર્ગેટ હતો. સમારોહના બીજા દિવસે આ રકમમાં 40 કરોડ ખૂટે છે એવી કાર્યક્રમના મુખ્ય સંયોજક આર.પી. પટેલે જાહેરાત કરતાં માત્ર 17 મિનિટમાં 30 કરોડનું દાન આવ્યું હતું. તેમ કુલ 110 મિનિટમાં 136 કરોડનું દાન આવ્યું હતું.