Xiaomi Redmi Android Go સૌથી સસ્તી રેડમી બનશે, જાન્યુઆરીમાં થઇ શકે લોન્ચ

રેડમી લાઇનઅપમાં સિયાઓમી રેડમી ગો સૌથી સસ્તી એન્ડ્રોઇડ ગો સ્માર્ટફોન બની શકે છે. પ્રારંભિક 2019 ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવે છે અને ભારતીય માર્કેટમાં રૂ. 6,000 ની કિંમતે તેની કિંમત નક્કી કરી શકાય છે.ગૂગલ ગો પ્રોગ્રામને અપનાવવા માટે ચીની સ્માર્ટફોન ઉત્પાદકની સ્થિરતામાંથી ઝીઓમી રેડમી ગો નવીનતમ મોડલ બની શકે છે. નૅશવિલે ચેટર નામના ટેક બ્લોગ દ્વારા જોવામાં આવેલા એક તાજેતરના વિકાસમાં, ઝિયાઓમીના કથિત સ્માર્ટફોન રશિયા, સિંગાપોર અને યુનાઇટેડ સ્ટેટ્સના વિવિધ પ્રમાણપત્ર વેબસાઇટ્સમાં M1903C3GG નંબર સાથે એક મોડેલ બતાવે છે. આ ત્રણ સૂચિ આગામી સંભવિત Android ગો સ્માર્ટફોન પર ઘણી બધી…

અમરેલીમાં લૂંટ મચાવતી ડફેર ગેંગનો પર્દાફાશ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબે જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઠયા, આવા ગુન્હેગારો પકડી પાડી, તથા ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ મેળવી , મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ મજબૂત કામગીરી કરવા ખાસ સુચના આપેલ છે. નાયબ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇ સાહેબે આપેલ માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા સાવરકુંડલાના જીરા ગામેથી ચોક્કસ બાતમી આધારે ચોરીઓ કરતી ગેંગના સક્રિય સાત સભ્યોને ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડી ચોરીઓમાં ગયેલ વાહનો, રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ મેળવી અમરેલી જીલ્લા તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં…

Constable પરીક્ષા માં થશે વિના મુલ્યે મુસાફરી

#Gujarat આગામી જાન્યુઆરીમાં લેવાનાર લોકરક્ષક ની પરીક્ષા માં ઉપસ્થિત થનાર ઉમેદવારોને ગુજરાત એસ ટી બસ ની મુસાફરી વિનામુલ્યે આવવા જવાની સુવિધા પુરી પાડવામાં આવશે

55 કરોડનું રિવરફ્રન્ટ હાઉસઃ પાર્કિંગની વ્યવસ્થામાં અધિકારીઓએ થાપ ખાધી

#ahmedabad સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ‌િમટેડ (એસઆરડીસીએલ)ના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી નદીની પશ્ચિમ બાજુએ નહેરુબ્રિજ પાસે લગભગ રૂ.પપ કરોડના ખર્ચે અત્યાધુનિક ‌િરવરફ્રન્ટ હાઉસ બનાવાયું છે. કોર્પોરેટ લુક ધરાવતા રિવફ્રન્ટ હાઉસમાં એસઆરડીસીએલના અધિકારીઓની ઓફિસ તેમજ બિઝનેસ સેન્ટર સહિતની સુવિધાઓ ઊભી કરાઇ છે, પરંતુ તંત્રના અણઘડ આયોજનના કારણે રિવરફ્રન્ટ હાઉસના મુલાકાતીઓને વાહન પાર્ક કરવાની સમસ્યા નડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સમગ્ર શહેરમાં ટ્રાફિક નિયંત્રણના અભિયાન હેઠળ રસ્તા પર આડેધડ વાહન પાર્ક કરતા વાહનચાલકોને દંડવાની કાર્યવાહી ચાલી રહી છે. જે તે કોમર્શિયલ કોમ્પ્લેક્સના સંચાલકો વિરુદ્ધ પણ રોડ પર વાહન પાર્કિંગના મામલે દંડાત્મક પગલાં લેવાઇ…

બહેરામપુરામાં જૂથ અથડામણઃ પાંચથી વધુ ઘાયલ

#ahmedabad : અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં ગત મોડી રાતે પ્રેમ પ્રકરણમાં બે જૂથ વચ્ચે સામસામે ધીંગાણું થતાં મામલો બીચક્યો હતો. તલવાર, છરા તેમજ લોખંડની પાઇપો લઇને બન્ને પક્ષ સામસામે આવી ગયા હતા અને એકબીજા પર હિંસક હુમલો કર્યો હતો. આ ધીગાણામાં પાંચ કરતાં વધુ લોકોને ઇજા પહોંચી હતી જ્યારે વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી. બહેરામપુરા વિસ્તારમાં આવેલ પીરભાઇ ધોબીની ચાલીમાં રહેતા ૪પ વર્ષિય અશોકભાઇ ર‌િતલાલ ઓડે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વનરાજ ભલાજી પરમાર, સંજય ભલાજી પરમાર, વિજય લક્ષ્મણ પરમાર સહિત બીજા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં હત્યાની કોશિશ કરવા બદલ ફરિયાદ…

અમદાવાદમાં નકલી પોલીસની ઠગાઈ

ત્રિપદા સોસાયટી ના ગેટ પાસે નકલી પી એસ આઈ બની ને ઠગાઈ કરવા આવેલા ચાર યુવાનો ને લોકો એ ઝડપી ને ખોખરા પોલિસ ને સોંપી દીધા તથા ઘટના સ્થળે લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. નકલી પોલિસ હોવા ની આશંકા એ ખોખરા પોલિસ એ ચારેય યુવાનો ની અટકાયત કરી ને ખોખરા પોલિસ સ્ટેશન લઈ જઈ ને વધુ તપાસ હાથ ધરી છે. ચાર ઝડપાયેલ શંકાસ્પદ નકલી યુવાનો પૈકી એક યુવાન અગાઉ મણિનગર વિસ્તાર મા નકલી પોલિસ બની ને કરતા હતા તોડ અને તે ઝડપાઈ ગયો હતો.

શ્રમજીવીના પુત્રે રસ્તામાં પડી ગયેલા દોઢ લાખ મૂળ માલિકને પરત કર્યા

#ભાવનગર તા. 22. ડિસેમ્બર 2018 શનિવાર દેશમાં મોટા હોદ્દાઓ પર બેઠેલા લોકો કરોડોનો ભ્રષ્ટાચાર કરતા ખચકાતા નથી પણ સામાન્ય માણસોની પ્રામાણિકતા અકબંધ હોવાનો પૂરાવો આપતા કિસ્સા છાશવારે પ્રકાશમાં આવતા હોય છે. આવા જ એક કિસ્સામાં ખેતરમાં કામ કરતા શ્રમજીવીના પુત્રે રસ્તામાંથી મળેલા દોઢ લાખ રુપિયા તેના મૂળ માલિકને પરત કર્યા હતા. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનો વિદ્યાર્થી વિશાલ ઓધાભાઈ પોતાના સાથી મિત્રો સાથે વાડીએથી શાળામાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં પડેલી થેલી પર તેની નજર ગઈ હતી.આઠમા ધોરણના આ વિદ્યાર્થીએ થેલીમાં જોતા ચલણી નોટો ભરેલી હતી.તેની સાથે સાથે તેમાં એક આધાર…

કાંકરિયા Carnival માં આ વખતે ‘ગાંધી થીમ’

#Ahmedabad: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા આગામી તા.રપ થી ૩૧ ડિસેમ્બર, ર૦૧૮ સુધી યોજાનારા અગિયારમા કાંકરિયા કાર્નિવલની ઉજવણી માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ માટે વિભિન્ન પ્રકારની કામગીરી માટે નાના-મોટા મળીને કુલ પ૦થી વધુ અધિકારીઓને ફરજ સોંપાઇ છે. ગત વર્ષે કાંકરિયા કાર્નિવલમાં ‘હે‌િરટેજ થીમ’ રખાઇ હતી, પરંતુ આ વખતે ‘ગાંધીથીમ’ પર કાર્નિવલની દબદબાભેર ઉજવણી કરાશે. જ્યારે અન્ય સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો રાબેતા મુજબના યોજાશે. આમ તો કાંકરિયા લેકફ્રન્ટનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયા બાદ તે શહેર, રાજ્ય ઉપરાંત રાજ્ય બહારના લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેમાં પણ કાંકરિયા કાર્નિવલ ‘લોકોત્સવ’ બન્યો…

મહલક્ષ્મી રેસકોર્સના વડા બુકી Banarsi Das નું લાઇસન્સ રદ, શરુ થઇ બુકીઓની હડતાલ

#મુંબઈ શુક્રવારે સાંજે મુંબઈ પોલીસના ભારે હુમલા થયા પછી, મહાલક્ષ્મી રેસકોર્સની બધી જ લાઇસન્સ પ્રાપ્ત પુસ્તકોએ આજે ​​સવારે હડતાલની જાહેરાત કરી છે. આ અનિશ્ચિત હડતાલ રેસ કોર્સની અગ્રણી બુકી બનારાસી દાસના લાઇસન્સ રદ્દ કરવા સામે થયો હતો. થયો RAID પર હુમલોશુક્રવારે 7:30 વાગે અંતિમ રેસની જેમ,25 કરતાં વધુ પોલીસ અધિકારીઓની એક ટુકડીએ શુક્રવારે સાંજે લાઇસન્સવાળી ઘોડેસવારીની પુસ્તકો પર હુમલો કર્યો હતો.પોલીસે 21 બુકીઓની સ્ટોલ ઉપર 100 થી વધુ લોકોને અટકાયતમાં રાખ્યા છે.તમામ સ્ટેલોએ રોકડ, દસ્તાવેજો, પુસ્તક ખાતાઓ, મોબાઇલ ફોન તથા લેપટોપ્સને જપ્ત કરી દીધા છે.શુક્રવારે મુંબઇ રેસકોર્સમાં 7 રેસ હતા.…

દીવા તળે અંધારું

સમગ્ર દેશની પ્રજાને સ્વચ્છતા અભિયાનના માધ્યમ દ્વારા સ્વચ્છતાના પાઠ ભણાવનાર ભાજપ સરકારમાં દીવા તળે અંધારુ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. AMC દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે નાગરિકોને વારંવાર અપીલ કરવામાં આવતા હોય છે કચરાની ગાડીઓમાં ટેપ મૂકીને જનતાને પાઠ ભણાવવામાં આવતો હોય છે પણ શહેરના ખાનપુર વિસ્તાર ખાતે ભાજપ કાર્યાલયની બહાર જાણે કચરાપેટી હોય તેમ કચરાનો ઢગલો હટાવવામાં આવતો નથી.