પ્લાસ્ટિક ની કંપની માં લાગી ભીષણ આગ : દાદરાનગર હવેલી

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના ખાનવેલ પ્રદેશમાં એક કંપનીમાં બુધવારે રાત્રે ભયાનક આગની ઘટના બની હતી. પ્લાસ્ટિક બનાવતી આ કંપનીમાં કોઇ કારણોસર અચાનક આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચ ગઇ હતી. ભીષણ આગને કાબુમાં લાવવા માટે પાંચથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓને મદદ માટે બોલાવવામાં આવી હતી.તથા વિકરાળ આગના કારણે આગના ગોટેગોટા અને અગનજ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

આજે અને કાલે રાજ્યભરમાં કોલ્ડવેવની આગાહી

દિવસે ને દિવસે ગુજરાતમાં ઠંડી નો ચમકારો વધતો જય રહ્યો છે.તેની સાથે તાપમાન નો પારો નીચો જય રહ્યો છે.ઉત્તર ભારત માં થતી હિમવરસા ના કારણે અમદાવાદ સહીત ગુજરાત રાજ્ય ભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.પવન ની દિશા માં કોઈ ફેરફાર ના પડતા કોલ્ડ વેવ ની આગાહી જણાઈ રહી છે.કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી છે.

IPL Auction 2019: આઈપીએલ ઈતિહાસનો સૌથી યુવાન કરોડપતિ ખેલાડી “પ્રયાસ રાય બર્મન”

નવી દિલ્હીઃ 16 વર્ષની ઉંમરનો એક છોકરો જે આગામી વર્ષે થનાર ધોરણ 12મા બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. આ ઉંમરમાં કોઈ છોકરો પોતાના ટ્યૂશન અને વ્યસ્ત ક્લાસ શિડ્યૂઅલમાંથી બહાર આવતો નથી હોતો, પરંતુ પ્રયાસ રાય બર્મનની કહાની એક ટિપિકલ છોકરાથી થોડી અલગ છે. તે 12માની પરીક્ષા પાસ કર્યા પહેલા પોતાના સોનેરી કરિયરની શરૂઆત કરી ચૂક્યો છે અને સીધો જ કરોડપતિ બની ગયો છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ 16 વર્ષનો યુવા ખેલાડી પ્રયાસ રાય બર્મનની, જેના પર હરાજીમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દોઢ કરોડ રૂપિયા આપીને ખરીદ્યો છે.લેગ…

કુંવરજીને મત આપ્યાનો ફોટો BJP વોટ્સએપ ગ્રૂપમાં વાઇરલ થતા ખળભળાટ

જસદણ પેટા ચૂંટણી માટે સવારથી જ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 11 વાગ્યા સુધી 25 ટકા મતદાન નોંધાયું છે. એક તરફ ખેડૂતો તથા પાણીની સમસ્યા અંગે વિરોધના વંટોળ વચ્ચે નવો કિસ્સો સામે આવ્યો હતો. જસદણ પેટાચૂંટણીમાં ભાજપના એક ગ્રૂપમાં એક મતદાતાએ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાને મત આપ્યો હોવાનો ફોટો મૂક્યો હતો. જેનાથી ખળભળાટ મચ્યો હતો. આ શખ્સે કુંવરજીને મત આપવાની અપીલ પણ કરી છે. રક્ષિત પંડ્યા/જસદણ : જસદણ પેટા ચૂંટણી માટે સવારથી જ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 11 વાગ્યા સુધી 25 ટકા મતદાન નોંધાયું છે.…

મોરબી : પત્નીના પ્રેમીએ પતિની હત્યા કરી

મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી આડાસંબંધો રાખનારી પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જનારા પતિને આજે પ્રેમીએ સમાધાન માટે બોલાવી બોલાચાલી થતા એક મહિલા સહિતના ત્રણ શખ્સોએ છરીના ઉપરા છાપરી ઘા ઝીકી વેતરી નાખતા મૃતકની પત્નીએ તેના પ્રેમી સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે મહિલાની ફરિયાદ નોંધી વધુ તજવીજ શરુ કરી છે.મોરબીના માળીયા વનાળિયા રોડ ઉપર બુધવારે રાત્રીના બનેલ ચોકવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મહેશ હેમંતભાઈ બારોટ ઉ.૩૫ નામના યુવાનની ઉપરા-છાપરી છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા મૃતદેહ સાથે મૃતકની પત્ની…

ગુજરાત રાજ્ય પુરવઠા વિભાગ નુ ઓન લાઈન સવઁર સતત બીજા દિવસે પણ ખોરવાયું

ગુજરાત :સવાર થી જ સવઁર ઠપ્પ થતા જાહેર વિતરણ વ્યવસ્થા ને બીજા દિવસે પણ અસર પહોંચી ગુજરાત ભર ની મામલતદાર કચેરીઓ તેમજ શહેરો ની ઝોનલ ઓફિસો મા રેશનકાડઁ મા ફેરફાર કરવા જતા નાગરિકો ને પણ ધક્કા ઓ ખાવા નો વારો આવ્યા રેશનકાડઁ અંગે ની તમામ કામગીરી પણ ઠપ્પ થતા જથ્થો મેળવવા થી બીજા દિવસે વંચિત બન્યા

કર્ણાટક: ઝેરી પ્રસાદ ખવડાવવાથી થયા 15ના મોત, કરી મહંતની ધરપકડ

કર્ણાટકના ચમરાજનગર જિલ્લાના મરમ્મા મંદિરમાં પ્રસાદ ખાદ્યા બાદ 10 લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક બનેલી છે. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે, જમવામાં કંઇ ગડબડી થઇ હોવાના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પ્રસાદ જમ્યા બાદ લોકોના મોત થતા ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો. અફરા તફડીમાં નાજુક બનેલી સ્થિતિમાં લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જાણો શા માટે બંધ થઈ ગઈ અક્ષય કુમારની આ ફિલ્મ! : પોસ્ટર પણ થઈ ચુક્યું હતું રિલીઝ

અક્ષય કુમારને લઈને ‘ક્રેક’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત નીરજ પાંડે અરસા પહેલા કરી ચુક્યા હતા. રિલીઝ ડેટ પણ પ્લાન થઈ ચુકી હતી, પરંતુ ફિલ્મનું શુટિંગ જ શરૂ થઈ શક્યું નથી.સમય વિતવા લાગ્યો અને ચર્ચા થવા લાગી કે અક્ષય કુમારની આ ફિલ્મ નહીં બને તો ફિલ્મ મેકર્સે કહ્યું કે કેટલાક કારણો સર ફિલ્મનું શૂટિંગ શરૂ થવામાં મોડું થયું છે અને જલ્દી જ કામ શરૂ થઈ જશે, પરંતુ તેવું પણ ન થયું.હવે માહિતી મળી રહી છે કે અક્ષયની આ ફિલ્મ બંધ થઈ ગઈ છે. અક્ષયની આ ફિલ્મમાં રુચી નથી. સાથે જ નીરજ…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા રાજ્યના તમામ DGP સરદાર પટેલના સ્ટેચ્યૂની લેશે મુલાકાત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સ્ટેચ્યૂની મુલાકાત લીધા બાદ કોન્ફરન્સમાં હાજરી આપશે ફ્લાવર ઓફ વેલીની તમામ DGPએ લીધી મુલાકાત 54 DG અને 150 IPS પહોંચ્યા સ્ટેચ્યૂ ઓફ યુનિટી

260 કરોડનાં કૌભાંડમાં વિનય શાહની આર્ચર કેર કંપનીના 25 કોર કમિટી મેમ્બરની ધરપકડ

કૌભાંડી વિનય શાહની આર્ચરકેર કંપનીની તપાસમાં સીઆઇડી ક્રાઇમે ભોગ બનનારા ૮૧૫ વ્યકિતના નિવેદનો લઇને કંપનીના ૨૫ એજન્ટોની ધરપકડ કરીને તપાસ કરતાં કુલ રૃા. ૭.૪૭ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. પાલડીમાં રહેતા વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે ઓન લાઇન જાહેરાત જોવાના બહાને લોભામણી લાલચ આપીને લોકો સાથે કરોડોનું કૌભાંડ આચરીને તે નેપાળ નાસી ગયો હતો. આ કૌભાંડની તપાસમાં સીઆઇડી ક્રાઈમે વિનય શાહની આર્ચરકેર કંપનીમાં લોકો સાથે ઠગાઇ કરવામાં મહત્વની ભુમિકા ભજવનાર કુલ ૨૫ એજન્ટોની ધરપકડ કરી હતી. કરોડોનું કૌભાંડ બહાર આવ્યા બાદ એજન્ટોએ કંપની ચાલુ રાખવા પ્રયાસો…