હેલ્થ કાર્ડ હોય તેવા ફેરિયા પાસેથી જ શાક ખરીદવું

Ahmedabad: AMCએ 7 ઝોનમાં સુપર સ્પેડર 1437 શાકભાજીવાળા ફેરિયાઓનું હેલ્થ ચેકઅપ કર્યું છે . તેમાંથી 1409ને હેલ્થ કાર્ડ અપાયા છે . ત્યારે લોકોએ હેલ્થ કાર્ડ હોય તેવા ફેરિયાઓ પાસેથી જ શાક ખરીદવું પડશે . આ હેલ્થ કાર્ડ 7 દિવસ પૂરતું માન્ય રહેશે અને હેલ્થ કાર્ડ ધરાવતા ફેરિયાઓ જ શાકભાજીનું વેચાણ કરી શકશે . ઉપરાંત આગામી દિવસોમાં ફેરિયાઓનું ચેકિંગ કરી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવશે .

સાબરમતી પાસે ઝૂંપડાઓમાં લાગી આગ અ ‘ વાદ

અમદાવાદ : સાબરમતી અચેર સ્મશાન પાસે આવેલા ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગતા 60 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે . આ અંગે જાણ થતાં ફાયરબ્રિગેડની 10 ગાડીઓ અને 108 ઘટનાસ્થળે પહોંચ્યા હતા . ત્યાર બાદ ફાયરબ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી . જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી . લોકડાઉનને કારણે આ ઝૂંપડાઓમાં રહેતા લોકો ગોધરા ચાલ્યા ગયા છે .

કોરોના વાયરસ: ઈંફેક્શનથી ચેપથી બચવા માંગો છો, તો આ રીતે રાખવી સાવધાની

ચીનથી ફેલાયેલા ભયાનક કોરોના વાયરસથી અત્યાર સુધીમાં લગભગ 3000 લોકો માર્યા ગયા છે, જ્યારે લગભગ 90 હજાર લોકોને તે ચેપ લાગ્યો હોવાનું કહેવાય છે. આ વાયરસ દિલ્હીમાં પણ દસ્તક આપ્યો છે. દિલ્હીમાં કોરોના પોઝિટિવ મળી આવેલી વ્યક્તિ ઇટાલી અને બ્રિટનથી પ્રવાસ કરી છે. આવી સ્થિતિમાં આરોગ્ય મંત્રાલયે લોકોને ચીન, ઈરાન, કોરિયા, સિંગાપોર અને ઇટાલીની યાત્રા ન કરવા જણાવ્યું છે. કોવિડ -19 ના ડોકટરોના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસનો ઇલાજ હજી શોધી શકાયો નથી. આવી સ્થિતિમાં બચાવ જ એકમાત્ર ઉપાય છે. ડોકટરો અને વૈજ્ઞાનિકોના મતે, આ ખતરનાક વાયરસ ઝડપથી તે લોકોને ઘેરી…

પારૂલ યુનિ.ના ટ્રસ્ટીને મારી નાખવાની ધમકી આપનાર 2ની ધરપકડ

પારૂલ યુનિ.ના ટ્રસ્ટી પાસે જમીનના કેસમાં રૂ. 1 કરોડની ખંડણી માંગનાર ગોવા રબારીના 2 સાગરીતોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ખંડણીખોરોએ ટ્રસ્ટીને ફોન પર ધમકી આપી હતી કે, અમારા બોસ તારા પિતા સાથે જેલમાં જ છે. તેમની સાથે વાત કરી લે. અમારો હિસાબ નહીં પતાવો તો જાનથી મારી નાખીશું. ઉલ્લેખનીય છે કે, પારુલ યુનિ.ના MD જયેશ પટેલ હાલ કાચા કામના કેદી તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં છે.

બ્રહ્માંડમાં મળી આવી બીજી પૃથ્વી

ધરતીથી 39 મિલિયન પ્રકાશ વર્ષો દુર બિગ બેંગ પછી બ્રહ્માંડનો સૌથી મોટો વિસ્ફોટ મળ્યો છે. ખગોળશાસ્ત્રીઓએ પુણેમાં ભારતના વિશાળ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ, નાસાના ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરી અને યુરોપિયન સ્પેસ એજન્સીના રેડિયો ટેલિસ્કોપનો ઉપયોગ કરીને આ શોધી કાઢયું છે. આ વિસ્ફોટ ઓફીયુકસ ગેલેક્સી ક્લસ્ટરમાં થયો છે. તેમજ નાસાના કેપ્લર સેટેલાઇટે એક પૃથ્વી જેવું વસવાટ માટે યોગ્ય ગ્રહ શોધી કાઢ્યો છે.

મ્યૂ. સ્કૂલોના 350 શિક્ષકને બોર્ડની પરીક્ષાનું કામ સોંપાયું

બંસરી ભાવસાર,અમદાવાદ. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પ્રાથમિક શિક્ષકોને પણ જોડાશે. અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્કૂલોના 350 શિક્ષકોને બોર્ડની પરીક્ષા દરમ્યાન સરકારી પ્રતિનિધિની ડ્યૂટી અપાઈ છે. પરીક્ષામાં સ્ટાફની તંગી ઉભી ન થાય તે માટે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોના શિક્ષકોની સાથે મ્યુનિ. સંચાલિત એવી સ્કૂલોમાંથી શિક્ષકોને પસંદ કરાયા છે કે જે સ્કૂલોમાં સ્ટાફ વધારે હોય.

ઉમિયા મંદિરઃ 110 મિનિટમાં 136 કરોડનું દાન

જાસપુરમાં બનનારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વિશ્વના સૌથી ઊંચા 431 ફૂટના ઉમિયા માતા મંદિરના શિલાન્યાસ સમારોહના 2 દિવસમાં 125 કરોડ એકત્રિત કરવાનો ટાર્ગેટ હતો. સમારોહના બીજા દિવસે આ રકમમાં 40 કરોડ ખૂટે છે એવી કાર્યક્રમના મુખ્ય સંયોજક આર.પી. પટેલે જાહેરાત કરતાં માત્ર 17 મિનિટમાં 30 કરોડનું દાન આવ્યું હતું. તેમ કુલ 110 મિનિટમાં 136 કરોડનું દાન આવ્યું હતું.

છત્તીસગઢ : 100થી વધુ ITના અધિકારીઓ 3 દિવસથી દરોડા પાડી રહ્યા છે

છત્તીસગઢમાં આજે સતત ત્રીજા દિવસે પણ ઇન્કમ ટેક્સ અધિકારીઓના દરોડા ચાલુ રહ્યા. ITની ટીમે રાયપુર, ભિલાઇ, બિલાસપુરમાં 10થી વધુ લોકોના ઠેકાણાઓ પર છાપા માર્યા છે. તેમાં રાયપુરના મેયર એજાજ ઢેબર, CMના ઉપસચિવ સૌમ્યા ચોરસિયા, IAS અનિલ ટુટેજા અને વિવેક ઢાંડ સામેલ છે. પહેલા દિવસે દિલ્હીથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા ITના 105 અધિકારી આવ્યા હતા. દરોડામાં કરોડોની જ્વેલરી, હીરા, કેશ અને દસ્તાવેજ મળ્યા છે.

ડોલર સામે ભારતીય રૂપિયો 72.27ની સપાટીને સ્પર્શી ગયો

કોરોનાથી ઊભા થયેલા આર્થિક સંકટના કારણે ગઇકાલે કારોબાર દરમિયાન ડોલર સામે રૂપિયો 72.27ની સપાટી પર ગગડી ગયો હતો. કારોબારના અંતે ડોલર સામે રૂપિયો 71.66ની સપાટી પર બંધ આવ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર ઘરેલુ શેરબજારોમાં ભારે વેચવાલીને કારણે રૂપિયો ધોવાઈ ગયો હતો.

ફાંસીના 3 દિવસ પહેલા નિર્ભયાના દોષીનો નવો પેંતરો

નિર્ભય ગેંગરેપ અને હત્યાના દોષી અક્ષયે ફાંસીના ૩ દિવસ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દયા અરજી મોકલી છે. જેમાં અક્ષયે દાવો કર્યો છે કે, પહેલા કરાયેલી અરજીમાં બધા તથ્યો ન હતા. જોકે, અગાઉ રાષ્ટ્રપતિ કોવિંદ અક્ષયની દયા અરજી ફગાવી ચુક્યા છે. નિર્ભયાના દોષી અક્ષયનો ફાંસીથી બચવા માટે આ નવો પેંતરો છે. ઉલ્લેખનીય છે કે, નિર્ભયાના દોષીઓને 3 માર્ચ સવારે 6 વાગ્યે ફાંસી આપવાનું ડેથ વોરંટ જાહેર કરાયું હતું.