હેલ્થ કાર્ડ હોય તેવા ફેરિયા પાસેથી જ શાક ખરીદવું

Ahmedabad: AMCએ 7 ઝોનમાં સુપર સ્પેડર 1437 શાકભાજીવાળા ફેરિયાઓનું હેલ્થ ચેકઅપ કર્યું છે . તેમાંથી 1409ને હેલ્થ કાર્ડ અપાયા છે . ત્યારે લોકોએ હેલ્થ કાર્ડ હોય તેવા ફેરિયાઓ પાસેથી જ શાક ખરીદવું પડશે . આ હેલ્થ કાર્ડ 7 દિવસ પૂરતું માન્ય રહેશે અને હેલ્થ કાર્ડ ધરાવતા ફેરિયાઓ જ શાકભાજીનું વેચાણ કરી શકશે . ઉપરાંત આગામી દિવસોમાં ફેરિયાઓનું ચેકિંગ કરી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવશે .

સાબરમતી પાસે ઝૂંપડાઓમાં લાગી આગ અ ‘ વાદ

અમદાવાદ : સાબરમતી અચેર સ્મશાન પાસે આવેલા ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગતા 60 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે . આ અંગે જાણ થતાં ફાયરબ્રિગેડની 10 ગાડીઓ અને 108 ઘટનાસ્થળે પહોંચ્યા હતા . ત્યાર બાદ ફાયરબ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી . જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી . લોકડાઉનને કારણે આ ઝૂંપડાઓમાં રહેતા લોકો ગોધરા ચાલ્યા ગયા છે .

મહિલા પ્રોફેશરને વિદેશી વેબસાઈટ પર બદનામ કરનાર સ્ટુડન્ટની પોલીસએ કરી ધરપકડ

ઠપકો આપતા પ્રોફેશરની બાદનામીનું કારસ્તાન કરનાર સ્ટુડન્ટની સાઇબર ક્રાઇમએ ધરપકડ કરી. ફેક ID બનાવીને પ્રોફેશરના ફોટા ઈ-મેઈલ અને મોબાઈલ નંબર ઉપર વાઇરલ કર્ય હતા. મહિલા પ્રોફેશર વારંવાર ઠપકો આપતા રોષે ભરાયેલા સ્ટુડન્ટએ પ્રોફેસર વિરુદ્ધ કાવતરું કર્યું હતું. બદલો લેવા માટે ફેક ID બનાવીને મહિલા પ્રોફેશરના ફોટો વિદેશી વેબસાઈટ પર વાઇરલ કર્યા હતા. ત્યાર બાદ તે ફોટાને ઈ-મેઈલ અને મોબાઈલ નંબર ઉપર ફરતા કરી મહિલાની સોસીયલ મીડિયા ઉપર બદનામ કર્યા હતા. પોલીસથી બચવા આરોપીએ વિદેશી વેબસાઈડ ઉપર મહિલા પ્રોફેસરનો મોબાઈલ નંબર અને ફોટોગ્રાફ વાઇરલ કર્યા હતા.આરોપીએ ફેક ID ઉપરથી આચરેલા કૃત્યના…

વસ્ત્રાપુર વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં ચાર યુવતીઓની ધરપકડ

નશાની હાલતમાં બિભસ્ત ચેનચાળા કરતી યુવતી સહીત કુલ 5 ની ધરપકડ અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ લાડ સોસાયટી રોડ ઉપરના શાલીન એપાર્ટમેન્ટમાં પીજીમાં રહેતી મિઝોરમની યુવતીઓ દારૂની મહેફિલ માણતા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યુવતીઓ અમદાવાદના જુદાજુદા સ્પામાં નોકરી કરતી હતી.મિઝોરમની 4 યુવતી અને 1 યુવાન ફ્લેટમાં જ દારૂની મહેફિલ માણતા હતા. આ પાંચેય દારૂ પીને મોટા અવાજે ગીતો વગાડીને ડાન્સ કરી રહ્યા હતા. અને બારીના પરદા ખુલ્લા રાખીને બીભત્સ ચેનચાળા કરી રહ્યા હતા.જેથી આ અંગે સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરી તમામને પોલીસ હવાલે કર્યા હતા.આ પાંચેય થોડા દિવસ…

સાણંદના શાંતિપુરા પાસેથી જુગારધામ પકડાયું: 11 જુગારીઓ , વાહનો સહીત કુલ 1.31 કરોડનો મુદ્દામાલ જપ્ત

શાંતિપુરા સર્કલ પાસે આવેલા ગોકુલધામમાં પોકર-પાનાનો જુગાર રમતા 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના ૧૧ આરોપીઓને રોકડ રકમ કુલ ૧.૩૧ કરોડના મુદ્દામાલ સાથે એલસીબીએ ધરપકડ કરી હતી. અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં રહેતા સંજય અશોક સવાણી અને કેશવનગર અમદાવાદમાં રહેતા ધીરજ કલ્યાણ સોલંકીનો શંતિપુરા પાસેની ગોકુલધામ સોસાયટીમાં આવેલા પ્લોટ નંબર ૧૫૮ મેડોવ્સ-2 આ પ્લોટના મકાનમાં પોકર-પાનાનું જુગારધામ ચાલતુ હોવાનું એલસીબીના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહને બાતમી મળતા સ્ટાફ સાથે રેડ કરી હતી. રેડ દરમિયાન બંધ મકાનમાં ચાલતો જુગારધામમાં જુગાર રમતા આરોપીઓમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસને ઘટના સ્થળે જોતા પ્લાસ્ટિકના અલગ…

BMW હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહ દારૂની મહેફિલ માણતા ઝડપાયો

ગાંધીનગર LCB એ અડાલજ વિસ્તારમાં આવેલા બાલાજી કુટિરમાં દારૂની મહેફિલ માણતા કુલ 6 લોકોની ધરપકડ કરી છે. અગાઉ ચર્ચીત BMW હિટ એન્ડ રન કેશનો આરોપી વિસ્મય શાહની પણ ધરપકડ કરવામાં આવી છે. વિષમય શાહ સહીત કુલ 6 લોકોની ગાંધીનગર LCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વિસ્મય શાહ અને તેની પત્ની પૂજા શાહ સહીત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.બિલ્ડરનો પુત્ર મંથન ગણાત્રા અને મહિલા તબીબ નીમા શાહની પણ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ વિસ્મય શાહએ પોતાની પત્ની સાથે હનીમૂન માટે વિદેશ જવા હાઇકોર્ટમાં અરજી કરેલી હતી. પરંતુ હાઇકોર્ટ દ્વારા…

Secret સાન્તા

#Ahmedabad@by Satyam Secret સાન્તા ક્રિસમસ આવતા સૌથી પહેલા સાન્તા ક્લોઝ યાદ આવી જાય છે. ક્રિસમસ દરમિયાન તમે વિશ્વના કોઈપણ ખૂણામાં જાઓ ત્યાં દરેક જગ્યાએ સાન્તા ક્લોઝ સફેદ દાઢી, લાલ કોટ, લાલ ટ્રાઉઝરમાં એક સરખા દેખાતા હોય છે. સાન્તા ક્લોઝ બાળકોને ઉપહાર અને ખુશિયો વહેંચતા હોય છે અને બાળકોના ખુબજ લોકપ્રિય છે. એવાજ સાન્તા ક્લોઝની વેશભૂષા અમદાબાદના એલિસબ્રિજ ઉપર વેચાતી જોવા મળે છે, વેચનારા ગુજરાતના અલગ અલગ ગામડેથી પૈસા કમાવા આવેલા, છેલ્લા એક અઠવાડિયાથી પોતાનું પરિવાર સહિત બ્રિજના રહેવાસી બની ગયા છે. આ અંગે એક પરિવાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું…

12 સાયન્સની 15થી 25 ફેબ્રુઆરી સુધી પ્રાયોગિક પરીક્ષા લેવાનો નિર્ણય

અમદાવાદ બોર્ડ દ્વારા સોમવારે 12 સાયન્સની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર પ્રાયોગિક પરીક્ષા ફેબ્રુઆરી માસમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાની જાહેરાત કરી હતી.12 સાયન્સ બોર્ડના સાયન્સની પ્રાયોગિક પરીક્ષા ૧૫ મર્યક્રમ પ્રમાણે હવે ધો. ૧૨ સાયન્સની પરીક્ષા 15 થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન પ્રાયોગિક પરીક્ષાઓ યોજવાનો નિર્ણય લેવાયો છે. ધોરણ ૧૨ ની પરીક્ષા એપ્રિલ માસમાં લેવાની જાહેરાત કરાઈ હતી.જો કે એ વખત અન્ય પરિક્સાઓ આવતી હોવાના કારણે આ પરીક્ષા વહેલી લેવાનું નક્કી કરવામાં આવ્યું.આમ બોર્ડની પરીક્ષા પહેલાજ બોર્ડ દ્વારા પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વાર બોર્ડ દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવવાનું…

વાસણા બંગલામાં બર્થ-ડે પાર્ટીમાં 11 નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

મહેફિલમાં ત્રણ નબીરા 17 વર્ષના એટલે કે માઈનોર હોવાથી નામ જાહેર કરાયાં નથી. ૩૧ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે શહેર પોલીસે લોકડાઉન એટલે કે કડક નાકાબંધી કરી સઘન વાહનચેકિંગ શરૂ કર્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એડિશનલ પોલીસ કમિશનર અશોક યાદવ અને પશ્ચિમ વિસ્તારમાં ઈન્ચાર્જ જેસીપી જે.આર. મોથલિયાએ ટીમોને એન્ટ્રી પોઈન્ટ ઉપર કાર્યરત કરી સઘન વાહનચેકિંગ કરાવ્યું હતું. શહેર પોલીસે ૨૪ કલાકમાં ૪૮ કેસ કરી ૪૬ વ્યક્તિને પકડી પાડી છે.વાસણા પોલીસે પાંચ તરૂણીઓને જવા દીધી હતી. બર્થ-ડે પાર્ટીમાં ૧૭-૧૮ વર્ષની પાંચ તરૂણી, યુવતીઓ હતી. પણ, પાંચમાંથી એકપણે નશો કરેલો ન…

મોલ-મલ્ટિપ્લેક્સને મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી લેવાનો અધિકાર નથી: સરકાર

સરકાર અને AMCએ સોગંદનામામાં કરી સ્પષ્ટતા, મોલ-મલ્ટિપ્લેક્સે વિઝિટર્સ માટે 20 ટકા પાર્કિંગ રાખવું ફરજિયાત છે મોલ-મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગના વિવાદને લઇને થયેલી અપીલમાં રાજ્ય સરકાર અને AMC દ્વારા હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું કરીને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે,‘પ્રસ્તુત કેસમાં જે મોલનું બાંધકામ છે તે ‘મર્કેન્ટાઇલ’ની વ્યાખ્યામાં હોઇ તેમણે કમર્શિયલ પાર્કિંગ પૈકી 20% પાર્કિંગ વિઝિટર્સ માટે અલગથી રાખવું જ પડે. એટલું જ નહીં કોઇ પણ કાયદા કે એની જોગવાઇઓ અરજદારો(મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકો)ને મુલાકાતીઓ જોડેથી પાર્કિંગ ચાર્જ વસૂલવાની સત્તા આપતું નથી.’ હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી નવમી જાન્યુઆરીના રોજ મુકરર કરી છે.રાજ્ય…